૧૨૬
૧ જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
૨ ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું
અને અમારી જીભ ગાયન કરવા લાગી.
ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું,
“યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
૩ યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે;
અમે કેટલા ખુશ છીએ!
૪ નેગેબના ઝરણાંની જેમ,
હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો.
૫ જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
૬ જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે,
તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.