8
બિન્યામીનના વંશજો 
 1 બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,  2 નોહા તથા રાફા.  3 બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,  4 અબીશુઆ, નામાન, અહોઆહ,  5 ગેરા, શફૂફાન તથા હૂરામ. 
 6 આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.  7 નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ. 
 8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા;  9 તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ,  10 યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા.  11 પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ. 
બિન્યામીનીઓ ગાથ અને આયાલોનમાં 
 12 એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં,  13 તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા. 
 14 બરિયાના દીકરાઓ; 
આહ્યો, શાશાક, યેરેમોથ, 
 15 ઝબાદ્યા, અરાદ, એદેર, 
 16 મિખાએલ, યિશ્પા તથા યોહા. 
બિન્યામીનીઓ યરુશાલેમમાં 
 17 એલ્પાલના દીકરાઓ; 
ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર, 
 18 યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ. 
 19 શિમઈના દીકરાઓ; 
યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, 
 20 અલિએનાય, સિલ્લાથાય, અલીએલ, 
 21 અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ. 
 22 શાશાકના દીકરાઓ; 
યિશ્પાન, એબેર, અલીએલ, 
 23 આબ્દોન, ઝિખ્રી, હાનાન, 
 24 હનાન્યા, એલામ, આન્થોથિયા, 
 25 યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો. 
 26 યરોહામના દીકરાઓ; 
શામ્શરાય, શહાર્યા, અથાલ્યા, 
 27 યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી. 
 28 આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા. 
બિન્યામીનીઓ ગિબ્યોન અને યરુશાલેમમાં 
 29 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.  30 તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,  31 ગદોર, આહ્યો તથા ઝેખેર. 
શાઉલનું કુટુંબ 
 32 યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.  33 નેરનો દીકરો કીશ હતો. 
કીશનો દીકરો શાઉલ હતો. 
શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ. 
 34 યોનાથાનનો દીકરો મરીબ્બાલ. 
મરીબ્બાલનો દીકરો મિખા, 
 35 મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ. 
 36 આહાઝનો દીકરો યહોઆદ્દા. 
યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. 
ઝિમ્રીનો દીકરો મોસા. 
 37 મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ. 
 38 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.  39 આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.  40 ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.