૧૨૮
૧ જે યહોવાહને માન આપે છે
અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.
૨ તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ;
તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.
૩ તારી પત્ની તારા ઘરમાં
ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે;
તારાં સંતાનો તારી મેજની આસપાસ
જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.
૪ હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે
તે આશીર્વાદિત થશે.
૫ યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે;
તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.
૬ તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે.
ઇઝરાયલને શાંતિ થાઓ.